રાજકોટ
ફૂડ વિભાગ દ્વારા બ્રીસવેલ બેવ્રેજીસ, પ્લોટ- ૨૦, બાલાજી ઇન્ડ. પાર્ક, કન્યા છાત્રાલય પાછળ, ગોંડલ રોડ, રાજકોટ મુકામેથી શ્રી વ્રજલાલ હરિભાઇ મારડીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ” BRISWEL BEVERAGES WITH ADDED MINERALS & OXYGEN, PACKAGED DRINKING WATER (500 ML PACKED PET BOTTLE)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં AEROBIC MICROBIAL COUNT ધારા ધોરણ કરતાં વધુ હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા શ્રી શિવાનંદ એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી નગર શેરી નં. ૬, રાજકોટ મુકામેથી અલ્પેશભાઇ પ્રતાપભાઈ જોષી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “BISHANT PACKAGED DRINKING WATER (500 ML PET BOTTLE)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં YEAST & MOULD COUNT તથા AEROBIC MICROBIAL COUNT ધારા ધોરણ કરતાં વધુ હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા યોગેશ્વર ડેરી ફાર્મ, સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી દીપકભાઈ ચકુભાઇ વોરા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “કેશર શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦૭ નમૂના લેવામાં આવેલ :-
(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- કૃષ્ણમ ડેરી ફાર્મ, બોમ્બે સિલ્વર હાઇટ્સ, શોપ નં.૫, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ.
(૨) પાઈનેપલ ફલેવર્સ સીરપ (પેક્ડ): સ્થળ- રામજીભાઇ શરબતવાળા, હિમાલય રેફિજરેટરની બાજુમાં, કુવાડવા મેઇન રોડ, રાજકોટ
(૩) રોઝ ફલેવર્સ સીરપ (પેક્ડ): સ્થળ- રામજીભાઇ શરબતવાળા, હિમાલય રેફિજરેટરની બાજુમાં, કુવાડવા મેઇન રોડ, રાજકોટ.
(૪) ઢોકળાનું ખીરું (લુઝ): સ્થળ- મિલન ખમણ, મારુતિનગર મેઇન રોડ, D-માર્ટ ની સામે, રાજકોટ.
(૫) કાળા તલ (લુઝ): સ્થળ- મારુતિ સેલ્સ & કિરાણા ભંડાર, મારુતિ નગર ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(૬) તુવેર દાળ (લુઝ): સ્થળ- રિધ્ધિ સિધ્ધી જનરલ સ્ટોર્સ, મારુતિ નગર ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(૭) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ખોડિયાર ડેરી ફાર્મ, સદગુરુ રણછોડ નગર-૩ સામે, કુવાડવા રોડ, રાજકોટ.