રાજકોટ શહેરનાં ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતનાં જૂના વિસ્તારો તેમજ કેટલાક નવા વિસ્તારોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. લાંબા સમયથી પોલીસ અને મનપા તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવાનાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ આ સમસ્યા યથાવત છે, ત્યારે મ્યુ. કમિશનર આનંદ પટેલે ફરી એકવાર રાજકોટ શહેરમાંથી પાર્કિંગ સમસ્યાને દૂર કરવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસ તેમજ વિવિધ વિસ્તારનાં વેપારીઓ સાથે બેઠકો યોજી પાર્કિંગ માટેની પોલિસી તૈયાર કરવામાં આવશે. જેમાં ‘ગેસ્ટ પાર્કિંગ બહાર’ સહિતની બાબતે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ અંગે મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી પાર્કિંગ માટે રજૂઆતો મળી રહી છે. જેમાં ખાસ કરીને ગેસ્ટ પાર્કિંગ માટેની રજૂઆતો પણ મળી છે. જેમાં ગેસ્ટ માટે પાર્કિંગ હોવા છતાં તેમના વાહનોને બહાર પાર્ક કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને GDCRમાં તેની શું જોગવાઈ હોય? અને GPMC એક્ટ મુજબ કાર્યવાહી કરી શકાય કે કેમ? તેનો અભ્યાસ કરવામાં આવશે. તેમજ ડેવલોપર્સ સાથે પણ આ મામલે ચર્ચા કરવામાં આવશે.
રાજકોટ – મનપા દ્વારા પોલીસ અને વેપારીઓની સાથે બેઠકો યોજી પાર્કિગ મેપ તૈયાર થશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -