23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપા દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ઢોર પકડવાની ચાલતી કામગીરી વચ્ચે ગઇકાલે રાત્રે ફરી વોર્ડ નં.14ના કેવડવાડી વિસ્તારમાં થઇમાથાકુટ


રાજકોટ મનપા દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ઢોર પકડવાની ચાલતી કામગીરી વચ્ચે ગઇકાલે રાત્રે ફરી વોર્ડ નં.14ના કેવડવાડી વિસ્તારમાં માથાકુટ થઇ હતી. મનપાની ટીમે એક ગાયને પકડતા 150 જેટલા લોકોનું ટોળુ એકઠુ થઇ ગયું હતું અને પોલીસ બોલાવાઇ હતી. આ પૂર્વે ઝપાઝપી સહિતનો ડખ્ખો થઇ જતા તનાવ સર્જાયો હતો.આ ઘટના અંગે જાણવા મળેલી વિગત મુજબ મનપા એએનસીડી વિભાગની ટીમ ગઇકાલે રાત્રે રાબેતા મુજબ રાઉન્ડમાં હતી. આ દરમ્યાન સોરઠીયાવાડીથી કેવડાવાડી તરફ નીકળતા રસ્તામાં રોડ પર ફરતી એક ગાય જોવા મળી હતી. સ્ટાફે નીચે ઉતરી રાબેતા મુજબ ગાયને પકડી વાહનમાં ચડાવવા તજવીજ હાથ ધરી હતી.આ દરમ્યાન આજુબાજુના ભાગમાંથી 150 જેટલા લોકોનું ટોળુ આવી ગયું હતું. કેટલાક લોકો વાહનમાં આવ્યા હતા અને ગાય લઇ જવા ન દઇ માથાકુટ કરી હતી. આ દરમ્યાન મામલો ગરમ થતા સુરક્ષા સ્ટાફની હાજરીમાં કેટલાક લોકોએ મોટી માથાકુટ કરી હતી. તેમાં ઝપાઝપી થઇ ગયાનું પણ જાણવા મળ્યું હતું. મામલો વધુ ગરમ બનતા ઢોર પકકડ ટીમના કર્મચારીઓએ સીટી પોલીસને જાણ કરી હતી. આથી પીસીઆર વાન પહોંચી ગઇ હતી તે બાદ ટોળાને વિખેરતા ગાય પકડીને વાહનમાં ચડાવવામાં આવી હતી.આ માથાકુટમાં એક વ્યકિત પોતાને ઇજા થયાનું કહીને રોડ પર સુઇ ગયો હતો. આથી કર્મચારીઓએ 108 બોલાવવાની તજવીજ કરતા આ શખ્સ ઉઠીને ચાલ્યો ગયાનું પણ જાણવા મળ્યું હતું. આ માથાકુટનો વિડીયો વાયરલ થઇને કોર્પો. સુધી પહોંચ્યો હતો.ચોમાસામાં પણ ઢોર પકડવાની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. રોજ 30 થી 35 જેટલા ઢોર ત્રણે ઝોનમાંથી પકડીને ડબ્બે પુરવામાં આવી રહ્યા છે. હાલ ઢોર ડબ્બામાં પશુ રાખવાની જગ્યા ઉપલબ્ધ છે અને જયાં ફરીયાદ મળે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવે છે તેવું વિભાગે જણાવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -