રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે મનપાની ફૂડ શાખા દ્વારા દાબેલા ચણા બનાવતા ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્થળ ઉપરથી 5500 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાતા નાશ કરવામાં આવ્યો હતો. જે અન્વયે RMC તંત્ર દ્વારા બંને પેઢીઓને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RMC ના હુકમ અન્વયે જાહેર આરોગ્યને નુકસાનકર્તા પ્રવૃત્તિ અટકાવવા GPMC એક્ટ- ૧૯૪૯ ની કલમ-૩૭૬ ‘એ’ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી દ્વારા ફૂડ વિભાગની ટીમ સાથે દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી નં. ૬, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ જિતેન્દ્ર ગુપ્તાની (કલ્પેશ બડોખરીયાની) ખાધ્યચીજોની ઉત્પાદક પેઢી જે.કે. સેલ્સ (કલ્પેશ ટ્રેડર્સ) ને ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢીના માલિકની હાજરીમાં સીલ કરવામાં આવી તેમજ આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા તેમજ પેઢીના કોઈ પ્રવૃત્તિ ન કરવા અંગે સૂચના આપવા આવી છે.
રાજકોટ – મનપા આરોગ્ય વિભાગ દ્વારા જે.કે સેલ્સ અને આશા ફૂડસના ઉત્પાદન યુનિટને સીલ કરાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -