રાજકોટમાં નકલી વસ્તુઓ ધાબડી દેવાની બહુ જૂની પરંપરા ચાલી આવી છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય શાખાના અધિકારીઓને મળેલી બાતમી આધારે મોડી રાત્રે ઢેબર રોડ ઉપર વોચ ગોઠવી ભાવનગર તરફથી આવતી બોલેરો અટકાવી ચાલકનું નામ પૂછતાં રામનાથપરામાં રહેતો ઇમ્તિયાઝ કાનીયા હોવાનું જણાવ્યું હતું બોલેરો ચેક કરતા અંદરથી 1600 કિલો અખાદ્ય પનીર મળી આવતા આ અંગે પૂછતાં પોતે ભાવનગરના મહુવાના મસવાડ ગામની રામકૃષ્ણ ડેરીમાંથી લાવ્યો હોવાનું અને દોઢેક વર્ષથી રાજકોટ ગ્રામ્ય અને શહેરની જુદી જુદી ડેરીઓમાં સપ્લાય કરતો હોવાની કબૂલાત આપતાં તમામ જથ્થાનો નાશ કરાયો હતો આ પનીરમાં વનસ્પતિ ધીનો ઉપયોગ થતો હોવાનુંલી શંકા દર્શાવાઈ છે.