રાજકોટ મનપાનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવન ખાતે મળી હતી. જેમાં જુદા-જુદા વિકાસ કામોની કુલ 113 દરખાસ્તો આવી હતી. આ પૈકી રૂ.551 કરોડની 112 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જોકે નાનામૌવા ચોકમાં આવેલા રૂ.118 કરોડનાં પ્લોટની હરાજી રદ્દ કરવાની વિવાદિત દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ મામલે કોર્ટ મેટર ચાલુ હોવાથી દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો બચાવ કરાયો હતો. આ સાથે ગંદકી કરનારને પ્રોત્સાહન આપી દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય ભૂલથી ગંદકી કરનાર સામાન્ય પ્રજાજનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનો બચાવ કરાયો હતો.
રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -