રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળો વકર્યો છે. ગત સપ્તાહે પણ મનપાનાં ચોપડે નોંધાયેલા શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો હતો. જેને લઈને મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરોગ્ય વિભાગે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ખાસ મશીનો દ્વારા ફોગિંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરી હતી. . જેમાં કોલેજવાડી, વીર માયા પ્લોટ, શાસ્ત્રી મેદાન, ઓલ્ડ જાગનાથ, ગવલી વાળ સહિતના વિસ્તારોમાં ફોગીંગ મશીન સાથે ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતીતેમજ ઘરે-ઘરે પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી