રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજામાં આવેલ બે કેદીઓને આજે સજા માફી કાયદા હેઠળ મુક્ત કરાયા છે. જેમાં એક કેદીએ 17 વર્ષ અને બીજા કેદીએ ૨૦ વર્ષની સજા ભોગવી હતી. ત્યારે આજે બંન્ને કેદીઓને જેલના નિતી નિયમો મુજબ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બંને કેદીઓનું જેલ પ્રશાસન દ્વારા ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંન્ને કેદીઓ હત્યા સહિતના ગુન્હામાં રાજકોટમાં જેલની સજા કાપી રહ્યા હતા. જેમને આજે મુક્ત કરાવામાં આવતા તેમના પરિવાર જનોમાં પરણ ખુશીનો માહોલ છવાયો છે.