માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પુરાતન લોક કલા પુનઃજાગૃત થઇ છે..આ અભિગમ ના ભાગરૂપે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ આદ. ડૉ દીપિકાબેન સરડવાજીની સુચના અનુસાર , પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અને રાજકોટ મહાનગર મહિલા મોરચા ના પ્રભારી ડો ઉર્વશીબેન પંડ્યા ના માર્ગદર્શનમાં હેન્ડલૂમ દિવસ ની ઉજવણી નુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ૨૦ જેટલા હાથ વણા ના કારીગરો નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં રાજકોટ મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, મહામંત્રી શ્રી વિરેન્દ્રસિહ ઝાલા , અશ્વિનભાઈ મોલિયા, માધવભાઈ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ , પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા ના અધ્યક્ષા કિરણબેન માકડીયા, શહેર ઉપાધ્યક્ષ શ્રી કાશ્મીરાબેન નથવાણી, પૂજાબેન પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી રમાબેન હેરભા , ડેપ્યુટી મેયર શ્રીમતી કંચનબેન સિધ્ધપુરા, મહામંત્રી લીનાબેન રાવલ , પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા, શહેર મંત્રી ઈલાબેન પડીયા સહિત દરેક વોર્ડમાંથી વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર સહિત ના બહેનો, તથા દિકરીઓ બહોળીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સન્માનના કાર્યક્રમ પછી બધા એ રાષ્ટ્રીય શાળા થી ત્રિકોણ બાગ સુધી હેન્ડલૂમના કપડામાં બેનર અને પ્લેકાર્ડ સાથે હેન્ડલૂમ વોક કર્યું હતું. .