-રાજકોટના પારેવડાં ગામમા રહેતી પરિણીતાને કુંવારો યુવક ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે સપના નામની પરણિત મહિલા પોતાના કુંવારા પ્રેમી સાથે સોનાના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હોવાની ફરીયાદ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાઇ છે. પરિવારજનોની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરણિતા સપનાને રાજપરાના રહેવાસી વિનોદ કોળી સાથે પ્રેમ સંબંધ હતો અને તેમજ વિનોદ જ પરિણિતાને ઉઠાવી ગયો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.