રાજકોટના મંગલમ પાર્કમાં રહેતા અને રાજકોટ નાગરિક બેંકમાં 33 વર્ષથી ફરજ બજાવતા મેનેજર સ્લીપેજ રિકવર તરીકે ફરજ બજાવતા વિબોધભાઈ નવીનચંદ્ર જોશીએ બેંકના ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલીયા સામે જયાંથી મારી નાખવાની ધમકી આપવા અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે 10 તારીખે હું બેંકમાં હતો ત્યારે પીએ સિધ્ધાર્થભાઈ ફરજ પર નહિ આવતા ફોન કરતાં પોતાને બેડીપરા બ્રાન્ચમાં મોકલી દીધાનું જણાવતા હું આ અંગે ડીસીએમ ગૌરવને પૂછ્યું હતું કે મારા પીએને કેમ મોકલી દીધો તેવું પૂછતાં મે નહિ ચીફ રિકવરી મેનેજર પ્રશાંતભાઈએ મોકલ્યો છે કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો હું પ્રશાંતભાઈ પાસે જતાં તે ફોનમાં જ વાત કરતાં રહ્યા હતા જેથી મી ફરી વખત કહ્યું હતું કે જુનાગઢ બ્રાન્ચનું ગઇકાલનું અઢી કરોડનું 35 લોનનું કૌભાંડ હતું તેમાં મદદ કરવાને બદલે ગઇકાલથી કેમ આડા ચાલો છો તમે જુનાગઢના વતની છો અને જુનાગઢના કૌભાંડમાં મોટી હસ્તીઓ છે એટલે તમને ગમતું નથી એનો મતલબ એમ છે કે તમે આ કૌભાંડમાં પરોક્ષ રીતે સંડોવાયેલા છો બેંકના ખાતાઓ એનપીએ ન થાય તે માટે છેલ્લા બે વર્ષથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે તેમના વિરુધ્ધ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરને ફરિયાદ કરીશ તેવું કહેતા પ્રશાંતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મારી હદમાં રહેવા ઓર્ડર કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી ધમકી મળ્યા પછી પણ કોઈ અધિકારી આશ્વાસન આપવા પણ નહીં આવતા મે કંટ્રોલમાં ફોન કર્યો હતો પરંતુ પોલીસ સ્ટાફ નહીં આવતા હું પોતે જ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
બેંકના જ અધિકારી સામે અન્ય અધિકારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા શિસ્તના લીરે લીરા ઊડી ગયા છે અને 10 હજાર કરોડનું સામ્રાજ્ય ધરાવતી આ બેંકના થાપણદારોમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે સતા લાલચૂઓ, સ્વાર્થીઓએ સંઘના નામે ખોટી રીતે અડ્ડો જમાવી દીધાની હૈયાવરાળ પણ ઠાલવી હતી લોન કૌભાંડમાં બેંકના જનરલ મેનેજર તથા ડેપ્યુટી જનરલ મેનેજર અને હેડ ઓફિસના લોન વિભાગના મેનેજરએ મુંબઈમાં 2020માં બે લોન કૌભાંડ કર્યા છે બોગસ લોન મંજૂર કરાવી છે અધિકારીના સનસનીખેજ આક્ષેપથી બેંકની સ્વચ્છ અને સાફ છબી પણ ખરડાઈ રહી છે અને જો આ આક્ષેપ સાચા ઠરે તો બેંકની વર્ષો જૂની શાખ ઉપર પાણીઢોળ થઈ જશે તે નિશ્ચિત છે.