રાજકોટ નજીક આવેલા પાળ ગામે ગઈકાલે ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો. જેની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર જવાનો દ્વારા યુવક ની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી તેમજ પાળ ગામમાં સરકાર દ્વારા પુલ ન બનાવાતા યોવક તણાયાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ પાળ,રાવડી,માખાવડ ને લોધીકા તાલુકાના લોકોએ અનેક વખત આંદોલનના કર્યા પરંતુ પૂલ ન બન્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પૂલ તો ન બનાવ્યો પરંતુ રેલિંગ પણ ન બનાવી જેના કારણે અનેક લોકો વારંવાર તણાઈ જાય છે. તેમજ રાજ્ય સરકારના અંડરમાં આ પુલ આવે છે. જેથી ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી.
રાજકોટ નજીક આવેલા પાળ ગામે ગઈકાલે ધસમસતા પ્રવાહમાં તણાયો હતો યુવક…..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -