23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકનાં ૮૦ MLD માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટ કરી


રાજકોટ

તા. ૨૮/૦૮/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકના ૮૦ MLD માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજ- રાજકોટના M.B.B.Sના બીજા વર્ષમાં અભ્યાસ કરતા કુલ ૩૦ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસક્રમમા આવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિષય લગત માહિતી મેળવવા પ્લાન્ટની વિઝીટ સહ અધ્યાપકો સાથે લેવામા આવેલ, જેમાં વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રોસેસ/ટેકનોલોજી તથા રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સુએજ કલેક્શન થી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજાવી તથા પ્રદુષિત પાણીથી નાગરિકોનાં આરોગ્ય તથા જળચર પ્રાણીઓ પર પડતી અસરો વિશે માહિતી આપવામા આવેલ. આ વિઝીટમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના ના.કા.ઈ શ્રી આર.એલ. રાઠોડ, મ.ઈ. શ્રી,યશ પટેલ, વર્ક આસીસટન્ટ શ્રી રવિકુમાર સોલંકી,નવઘણભાઈ પ્રજાપતિ હાજર રહેલ. આ સમગ્ર આયોજન એડી.સિટી ઇજનેર(ઇચા.) શ્રી કે.પી.દેથરીયાનાં માર્ગદર્શન હેઠળપૂરું પાડવામાં આવેલ.
વિદ્યાર્થીઓને M.B.B.Sના અભ્યાસક્રમમા આવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિષય સંબંધી સમજણ કેળવવા તથા ટ્રીટ થયેલ સુએજ પાણીનાં પુન: વપરાશ અંગે ની જાગૃતિ માટે આ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -