અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર રેલવે સ્ટેશનને આશરે રૂ. 26.81કરોડના ખર્ચે અને સુરેન્દ્રનગર સ્ટેશનને રૂ. લગભગ રૂ. 35.13 કરોડ રૂ ની લાગત થી રીડેવલપ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહે. સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવવામાં આવશે. એન્ટ્રી ગેટ સુધારવામાં આવશે જેમાં પોર્ટિકો કવર શેડ લગાવવામાં આવશે. સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સુધારો કરવામાં આવશે. તેમજ સિગ્નેજ અને લાઇટિંગમાં વધુ સુધારો કરવામાં આવશે. સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરવામાં આવશે. સ્ટેશન પર ટ્રેનનાઈંડિકેટર બોર્ડ લગાવવામાં આવશે અને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અહીં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેના થી મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયા માં થી પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી આવા જાવા માટે ઉપયોગી થશે. આ સાથે ફૂટ ઓવર બ્રિજ પર નવી પેસેન્જરલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ રાજકોટ ડિવિઝનના બંને રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજવામાં આવી હતી આ તકે રેલવેના અધિકારીઓ, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા