રાજકોટ જ્યુબેલી શાકમાર્કેટમાં વરસાદી પાણી ભરાય હતા. તેમજ શાકમાર્કેટના સેલરમાં પાણી ભરાવાને અને ગંદકીને કારણે મચ્છરોનોઉપદ્રવ થતાં ત્યાંના લોકોને મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે. તેમજ વેપારીઓ ધુમાડો કરીને મચ્છરો ભગાવનાના પ્રયાસો કરી રહ્યા ના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સાથે મચ્છરોના ત્રાસને કારણે અને મહાનગરપાલિકાની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ થયા હતા. આ ઉપરાંત એક તરફ RMC મચ્છરોના બ્રિડીંગને લઇને ખાનગી સ્થળોએ નોટિસ આપે છે, તો બીજી તરફ RMC સંચાલિત શાકમાર્કેટમાં જ મચ્છરોનો ઉપદ્રવ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.