સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઈકાલથી ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જોકે રાજકોટ શહેરમાં માત્ર હળવા-ભારે ઝાપટા વરસી રહ્યા છે.ગઈકાલે પણ બપોર બાદ માત્ર ઝાપટા વરસ્યા હતા. જયારે આજરોજ પણ શહેરમાં અષાઢી માહોલ વચ્ચે માત્ર હળવો વરસાદ સમયાંતરે પડી રહ્યો છે.તેમજ આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં શહેરમાં માત્ર અર્ધો ઈંચ પાણી વરસ્યુ હતું. જેથી રોડ-રસ્તા ભીના રહ્યા હતા. ફાયરબ્રિગેડ અનુસાર રાજકોટનાં વેસ્ટ ઝોનમાં બપોરે બે વાગ્યા સુધીમાં 15 મીમી સેન્ટ્રલ અને ઈસ્ટઝોનમાં માત્ર 9 મીમી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ બપોરે વરસાદી વાતાવરણ જામેલુ છે. ત્યારે સ્થાનિક હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ શહેરમાં આજે રાત્રી સુધીમાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ પડે તેવી શકયતા છે.જોકે આજરોજ સૌથી વધુ સૌરાષ્ટ્રનાં મોરબી, અમરેલી, પોરબંદર, જામનગર, જાફરાબાદ, દ્વારકા, ગિર સોમનાથ અને સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરી શકયતા છે. દરમ્યાન આજરોજ સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 27.6 ડીગ્રી લઘુતમ તાપમાન 26.2 ડીગ્રી રહ્યું હતુ. જયારે હવામાં ભેજ 94 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કીમી રહેવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 18 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે અને આજે બપોરે બે કલાકે આ લખાય છે. ત્યારે પણ શહેરમાં આકાશ ગોરંભાયેલુ છે. અને અમુક વિસ્તારોમાં ઝરમર ઝાપટા વરસી રહ્યા છે.
રાજકોટ જીલ્લામાં સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં; સાર્વત્રિક વરસાદ છતાં શહેરમાં મેઘરાજાનું જોર ઓછુ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -