રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના પાટણવાવ ઓસમ ડુંગર પર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા દ્રશ્ય સામે આવ્યા હતા જેમાં પાટણવાવ ખાતે આજ થી ત્રિવસીય મેળા નુ આયોજન કરવામા આવેલ છે ત્યારે પાટણવાવ ઓસમ ડુંગર ઉપર યુવાનો પોતાના જીવ ના જોખમે સેલ્ફી લેતા દ્રશ્ય આવતા પાટણવાવ ઓસમ ડુંગર ઉપર તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી. તેમજ પાટણવાવ ઓસમ ડુંગર જેમા ટપકેશ્વર મહાદેવ મંદિર ની ઉપર આવેલ ટોચ ઉપર અને માત્રી માતાજી ની ટોચ પર આવેલ લોકો જીવ ના જોખમે સેલ્ફી લેતા હતા. આ ઉપરાંત આ ઓસમ ડુંગર ઉપર લોકો ચડી ને પોતાની સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા નજરે ચડી આવ્યા હતા ત્યારે જો આ જીવન ના જોખમે સેલ્ફી લેતા જો અકસ્માતે પગ લસળી જાય તો મોટુ જોખમ બની શકે તેમ હોવાથી તંત્ર સામે પણ સવાલો ઉઠયા હતા..
રીપોર્ટ કૌશલ સોલંકી