રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામમાં દેશી દારુનો વેપાર ચાલતો હોવાની જાણ થતાં સ્થાનિક મહિલાઓ એ જનતા રેડ કરી હતી. તેમજ મોટીમારડ ગામના ખોડીયાર નગર બે વિસ્તારમાં ઘણા સમય થી દેશી દારુનુ વેંચાણ થતુ હોવાથી પોલીસ તથા જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કર્યા છતાં પણ દેશી દારૂનું દુષણ બંધ ન થતાં મોટીમારડના સરપંચ બેન તથા સ્થાનિક મહિલાઓને સાથે રાખીને જનતા રેડ પાડવામા આવી હતી. જેમાં ખોડીયાર નગર સોસાયટી બે ની મહિલાઓ એ દેશી દારુનો જથ્હો જે ઓરડીમાં પડેલ હતો તે ઓરડીનું તાળુ તોડીને જનતા રેડ પાડી હતી અને ઓરડી માથી દેશી દારુ નો જથ્થો પકડી પડ્યો હતો. જેથી સ્થાનિક મહિલાઓ એ મીડિયા સમક્ષ જણાવેલ કે આ વિસ્તાર મા દેશી દારુ નો વેપલો ચાલતો હોય અને દારુ પીનારા લોકો થી બેન દિકરીઓ ની કોઈ સેફ્ટી નથી. અને જો કોઈ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહકી નહી થાય તો અહી ની સ્થાનિક મહિલાઓને હિજરત કરવાની ફરજ પડશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
રીપોર્ટ કૌશલ સોલંકી