રાજકોટ જીલ્લા ના ધોરાજી ના લગભગ ઘણા વિસ્તારો મા ભૂગર્ભ ગટર ના ઢાંકણા ઓ ખુબ જ ખરાબ હાલત મા બની ગયેલ હોય અને ભૂગર્ભ ગટર ના ઢાંકણા ઓ તુટેલી હાલત મા જોવા મળેલ અને આ ઢાંકણા તુટેલ હાલત મા ત્યારે નાના મોટા અકસ્માતો સર્જાય રહયા છે રાહદારીઓ પડી રહયા છે મોટરસાયકલ હોય કે વાહનો આ ઢાંકણા તુટેલ હોય ત્યારે વાહન ચાલકો ને અકસ્માત છાશવારે બની રહયા છે ત્યારે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારી ને લઈ ને લોકો એ બધુ સહન કરવાનો વારો આવેલ છે ત્યારે સ્થાનિક લોકો મા ભારે તકલીફ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે તેને લઇ ને લોકો મા ભારે રોષ જોવા મળેલ છે રાહદારીઓ વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહયા છે ત્યારે ધોરાજી સ્થાનિક આગેવાનો એ તંત્ર ને અનેક વખત રજુઆત કરેલ પણ કોઈ નક્કર પગલાંઓ લેવાયા નથી અને ધોરાજી ની આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠયા છે આગામી સમય મા જો આ ભૂગર્ભ ગટર ના તુટેલ ઢાંકણાઓ નવા નહી નાખવામા આવે તો આંદોલન કરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તો આ બાબતે ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર જણાવેલ કે જવાબદાર કોન્ટ્રાકટરને નોટીસ પાઠવેલ છે તાત્કાલિક ભૂગર્ભ ગટરના તુટેલ ઢાંકણાઓ બદલાવી ને નવા ઢાંકણાઓ નાખવામા આવે તેવી સુચના આપેલ છે
રીપોર્ટ કૌશલ સોલંકી