રાજકોટ જીલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર ચાર અને વી સી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી નો હજુ સુધી નીકાલ ન થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો તેમજ છેલ્લા એક મહીના થી લોકો ના ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે ભૂગર્ભ ગટર લાઈન માંથી દુષીત પાણી ફરી ઓસરીમાં અને પીવાના પાણીમાં આવે છે જેથી સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ હાલ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નાથી જેથી વોર્ડ નંબર ચાર અને વી સી પ્લોટ મા રહેતા લોકો મા રોષ જોવા મળ્યો હતો. તેમજ સ્થાનિક મહિલાઓ એ એકઠા થઈ ને નગરપાલિકા હાય હાય ના નારા કરી સુત્રોચ્ચાર કરી મીડીયા સમક્ષ પોતાને પડતી મુશ્કેલીઓ લઈ ને ભૂગર્ભ ગટર ના દુષીત પાણી ઘરો મા ભરાઈ ગયેલ હોવાથી કોન્ટ્રાક્ટર કે તંત્ર કોઈ ધ્યાન નથી આપતા હોવાનું અને અને ભૂગર્ભ ગટર લાઈન નુ દુષીત પાણી ને કારણે લોકો બીમાર પડી રહયા હોવાનું જણાવ્યું હતું.
રીપોર્ટ કૌશલ સોલંકી