રાજકોટ જીલ્લા ના ધોરાજી ના વોર્ડ નંબર ત્રણ અને હાસીમ ફળીયા વિસ્તાર છેલ્લા એક વર્ષ થી ભૂગર્ભ ગટર લાઈન ની ચેમ્બર હમેશા ઉભરાયેલ હોય સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરેલ પણ કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ-સફાઈ નિયમિત નથી કરવામા આવતી સ્થાનિક લોકો ને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ ત્યારે છેલ્લા એક વર્ષ થી ભૂગર્ભ ગટર ની ચેમ્બર ઉભરાયેલ હોય ગંદા પાણી ઉભરાઈ ને રસ્તાઓ પર આવી ચડે છે તેથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજરોજ વોર્ડ નંબર ત્રણ અને હાસીમ ફળીયા વિસ્તાર ની મહિલાઓ લાલઘૂમ થયેલ હોય ત્યારે તંત્ર વિરૃધ્ધ સુત્રોચ્ચાર કરેલ અને જે વિસ્તાર મા સાફ-સફાઈ તથા ભૂગર્ભ ગટર લાઈન ની ચેમ્બર નુ પાણી ઉભરાતુ હોય ત્યા મહિલાએ હાથ સફાઈ હાથ ધરાઈ હતી અને છેલ્લા એક વર્ષ થી પડતી મુશ્કેલીઓ ને લઈ ને રોષ પણ વ્યક્ત કરેલ અને ભૂગર્ભ ગટર ની ચેમ્બર નિયમિત રીતે સાફ કરાઈ તથા સાફ-સફાઈ નિયમિત થાય તેવી મીડિયા સમક્ષ પોતાની માંગ કરાઈ હતી
રીપોર્ટ કૌશલ સોલંકી