રાજકોટ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં આજે મેગા લોક અદાલત યોજાઈ હતી. જેમાં 27 હજાર કેસો મુકાયા હતાં. તેમાંથી 16000 કરતા વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરવામાં જિલ્લા કાનૂની તંત્રને સફળતા મળી હતી.ઉપરાંત છેલ્લા ત્રીસેક દિવસમાં ટ્રાફિક ઈ-મેમો ન ભરનાર 15000 થી 17000 આસામીઓને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ કાઢવામાં આવેલી હતી. આ લોક અદાલતનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ યુ.ટી.દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ કોર્ટ કર્મચારીઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે, બારના હોદ્દેદારો અને સિનિયર જુનિયર વકીલો તેમજ બેંક અધિકારીઓ વીમાકંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.