ધોરાજી થી પસાર થતી સ્ફૂરા નદી જે હાલ એટલી હદ એ દૂષિત બની ગઈ છે કે નદી નું પાણી છે એ ઝેરી બની ગયું હોઈ એવું લાગે છે અહીંના યુવાનો એ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિયમિત આ નદી ની સફાઈ કરવાની શરૂઆત કરી છે સામાજિક કાર્યકર યુવાનો એ જળ બચવો અને પર્યાવરણ બચાવો ના સૂત્ર ને સાર્થક કરવા ધોમ ધખતા તપ માં પણ નદી માં રહેલ પ્લાસ્ટિક નો પ્રતિબંધિત કચરો બહાર કાઢી રહ્યા છે ધોરાજીના સ્થાનિકોનું કેવું છે કે આ નદી એટલી હદે દુષિત બની ચૂકી છે કે નદી ની અંદર માં રહેલું પાણી પશુઓ પીવે તો પશુઓનું મૃત્યુ થાય છે પશુઓને અનેક પ્રકારના ગંભીર રોગો પણ થાય છે અને સાથોસાથ જો આ પાણી ખેતીમાં ઉપયોગ લેવામાં આવે તો પાક બળી જવાની પણ ફરિયાદો આવે છે નગરપાલિકા તંત્રને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા નદીની સફાઈ કરવામાં ન આવી જેને કારણે ખુદ સ્થાનિકોએ નદીની જાતે સફાઈ કરી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર એ જણાવ્યું હતું કે પ્રિ મોન્સુન કામગીરી ચાલુ છે અને નદી નાળા સફાઈ માટે કરી ને સબંધિત વિભાગ ને પણ જાણ કરી દવામાં આવી છે તંત્ર માત્ર સફાઈ થઈ રહી હોવાની વાતો કરે છે પરંતુ ધોરાજીના સ્થાનિકોએ પરંતુ ધોરાજી ના સ્થાનિકો એ પર્યાવરણ દિવસ એ નદી ની સફાઈ કરી અને અનોખું ઉદાહરણ બેસાડ્યું છે.