સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછતને પગલે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 એમબીબીએસ ડોકટરની જગ્યા એ માત્ર એક ડોકટર હાજર છે. ડોકટરની અછત હોવાથી ધોરાજી અને આસપાસના વિસ્તારના દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. ડોકટરની તાત્કાલિક નિમણુક બાબતે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ને રજૂઆત કરાઈ છે. રજૂઆત બાદ પણ હજુ ડોકટરની નિમણુક નહી થાઈ તો આશ્ચર્ય જનક કાર્યક્રમ કરાશે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે.
રીપોર્ટ કૌશલ સોલંકી