રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં ફરી થી વધુ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તેમજ વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ કરવામાં આવી હતી. આ સાથે જામકંડોરણા તેમજ તાલુકાના બોરીયા બંધીયા વિમલનગર ચરેલ વગેરે ગામોમાં પાકનું ધોવાણ થયું હતું. તેમજ જામકંડોરણા તાલુકાના ચરેલ, કાનાવડાળા ગામોમાં નવથી ઇંચ થી વધુ વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર થઈ હતી તેમજ ચરેલ ગામમાં પૂરના પાણી સ્કૂલમાં ઘુસિયા હતા પર્ણતુ સદ નસીબે વધુ વરસાદના કારણે બાળકોને વહેલી રજા આપી દેવાથી વાલીઓમાં હાસકારો જોવા મળ્યો હતો. આ સાથે ફરી વધુ વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાતા ખેડૂતોએ સરકાર દ્વારા સહાયની માંગ કરવમાં આવી હતી. આ ઉપરાંત 50 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડતા ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.