રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે આજ રોજ જામકંડોરણા પંથકમાં અસહ્ય ગરમીને ઉખડાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે હજુ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી છે
અહેવાલ… પ્રવિણ દોંગા જામકંડોરણા