30.6 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પીજીવીસીએલના વિજ ધાંધિયા સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો


 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પીજીવીસીએલના વિજ ધાંધિયા સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો વિજ ધાંધિયાને લઈને પરેશાન ખેડૂતોનું ટોળુ પીજીવીસીએલ ડીવીઝન ઓફિસે ધસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી પીજીવીસીએલનું વિભાજન થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી કામગીરી થતી ન હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ઉનાળામાં પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી ન હોવાની સાથે ખોટા બીલો ઉધારવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સામે અધિકારીઓ લાજવાને બદલે ગાજયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ખેડૂતોનો પ્રશ્ર્ન હલ ન થાય તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની સાથે કચેરીને તાળાબંધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -