રાજકોટ તા. ૦૪ જુલાઈ – રાજકોટ જિલ્લાના ૦૮ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જળાશયોના કેચમેન્ટ વિસ્તાર મુજબ ભાદર ડેમમાં ૮ મી.મી., ફોફળ ડેમમાં ૨૬ મી.મી., આજી – ૩ ડેમ, ન્યારી – ૨ ડેમ અને ભાદર – ૨ ડેમમાં ૧૦ મી.મી., ખોડાપીપર ડેમમાં ૨૦ મી.મી., છાપરવાડી – ૨ ડેમમાં ૪૫ મી.મી. અને ઇશ્વરીયા ડેમમાં ૦૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
વધુમાં, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના લીધે ભાદર ડેમ અને આજી – ૧ ડેમમાં ૦.૦૭ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૫૨ ફૂટ, આજી – ૨ ડેમમાં ૦.૫૨ ફૂટ, આજી – ૩ ડેમમાં ૦.૩૩ ફૂટ, ન્યારી – ૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, છાપરવાડી – ૨ ડેમમાં ૧.૩૧ ફૂટનો ઉંડાઈમાં વધારો નોંધાયો છે. તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.