રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રાર આજે સવારે કોઠારીયા રોડ ઉપર વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર નજીક મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૪૫ દબાણોને દુર કરવામાં આવ્યા હતા. વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરાઇ હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. ઇસ્ટ ઝોન હેઠળ વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર પાસે દેવપરા મેઇન રોડ ઉપર આવેલા ગેરકાયદે દબાણ કરી ખડકાઈ ગયેલા ૧૭ ઝુંપડા અને ભંગારનો શેડ સહિતના ૧૮ દબાણો તેમજ ૨૭૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળના ફાઇનલ પ્લોટ નં.૧૮૫માં ગેરકાયદે દબાણ કરી ખડકાઇ ગયેલા ૨૫ ઝુંપડા, એક સર્વિસ સ્ટેશન અને પતરાનો એક શેડ સહિતના ૨૭ દબાણો મળી કુલ ૪૫ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.