અમદાવાદ ખાતે પકડાયેલ એક શખ્સ પાસેથી મળેલ ઈન્ટરસેપ્ટના આધારે રાજકોટ એસ.ઓ.જી.એ કરેલ રેડ દરમ્યાન જંગલેશ્વરમાં રહેતા મહેબુબ ઠેબાના ઘરમાં તેમની સાથેના ત્રણ બીજા શખ્સો ચરસના અલગ-અલગ જથ્થા સાથે પકડાઈ જતા તેઓ સામેના કેસમાં અધિક સેશન્સ જજ બી.બી.જાદવે ચારેય આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 1 લાખનો દંડ ફરમાવેલ છે. આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા.9ના નાર્કોટીકસ ક્ટ્રોલ બ્યુરો, અમદાવાદે એક ઈસમને ઈન્ટરસેપ્ટ કરતા જાણવા મળેલ કે શકીલ અને સોહીલ નામના વ્યકિત રાજકોટ ખાતે મહેબુબ નામની વ્યકિતને ચરસ ડિલેવર કરી ગયો છે. એસ.ઓ.જી.રાજકોટને આ માહિતી મળતા વિવિધ શખ્સોના ફોન કોલ રેકર્ડ તપાસતા માલુમ પડેલ કે મહેબુબ ઠેબા નામની વ્યકિત જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને ચરસનો જથ્થો ત્યાં ડિલેવર થઇ છે. ત્યારે રાજકોટ પાલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. જે મામલે કોર્ટમાં કેસ ચાલતા આજે કોર્ટ દ્વારા આ મામલે આરોપીઓને સજા સંભળાવામાં આવી છે.