સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શાળા પ્રવેશોત્સવ તેમજ નવાસત્રના પ્રારંભે સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવે છે, વિદ્યાર્થિની સાઇકલ સહાય યોજનાના નામે વાહવાહી લૂંટતા રાજકીય નેતાઓ માત્ર મોટીમોટી વાતો કરવા અને યોજના અમલમાં મુકી જશ મેળવીને યોજનાનો લાભ ખરાઅર્થમાં લાભાર્થીને મળે છે કે નહીં તેની તપાસ થતી નથી અને તેનો વચેટિયાઓ કેવો ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો પર્દાફાશ થયો હતો, જેમાં વિદ્યાર્થિનીઓને આપવાની 150થી વધુ નવીનક્કોર સાઇકલ વેચાવા મૂકી હતી આ મામલે કલેક્ટરને જાણ કરતાં કલેક્ટરની સૂચના બાદ મામલતદાર અને સમાજ સુરક્ષા તથા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ફોનથી વાતચીત કરી હતી પરંતુ અમારા વિભાગને લાગતું વળગતું નથી તેવો સરકારી જવાબ આપી ભ્રષ્ટાચારીઓને જાણે લીલીઝંડી આપી હતી.
રાજકોટના ચુનારાવાડ ચોક પાસેના ટ્રેક્ટર ચોકમાં આવેલા એક વરંડામાં સરકારી સાઇકલનો જથ્થો હોવાની અને રૂ.7 હજારની કિંમતની આ સરકારી સાઇકલ રૂ. 2 હજારમાં વેચાઇ રહ્યાની માહિતી મળી હતી તેમજ દરેક સાઇકલ પર શાળા પ્રવેશોત્સવના સ્ટિકર માર્યા હતા તેમજ સાઇકલના પાછળના ભાગે ગુજરાત સરકારનું સ્ટિકર હોવાનો વિડિયો વાઇરલ થયો હતો