પ્રવર્તમાન પરિસ્થિતિઓ જેમાં અભ્યાસ અને માતા પિતાની મહત્વકાંક્ષાઓ કે કોઈ અન્ય કારણોસર તનાવગ્રસ્ત રહેતા બાળકો, જે સોશિયલ મીડિયા કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે અને અંતર્મુખ બનતા જાય છે. તેના મનોજગતમાં થઈ રહેલ અનઇચ્છનીય ફેરફારોને કારણે તેની બાળસહજ સ્નિગ્ધતા પણ ખોવાતી જાય છે. તેના આંશિક ઉકેલરૂપ આપણી પરંપરાગત બલસૂલભ રમતો જે મહદઅંશે વિસરાતી જાય છે તેણે બાળકોમાં પુન: પરિચિત કરાવવાનો સાર્વત્રિક પ્રયાસ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી સાગર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બચપન રિટર્ન્સ કાર્યક્રમનું આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવી જણાવ્યું કે બાળકો માટે 31 ડિસેમ્બરે બાળકો માટેની વિવિધ રમતો સાથે કલ્પના સ્ટ્રીટ, બાલભવન ફૂટબોલ મેદાનની બાજુમાં રેસકોર્સ રાજકોટ ખાતે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ જાતની ફી વિના સૌ કોઈ આવકાર્ય છે.
રાજકોટ ખાતે 31 ડિસેમ્બરના “બચપન રિટર્ન્સ” કાર્યક્રમનું આયોજન, આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -