રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર પાટિદાર ચોક નજીક પામ સિટી પાસે આવેલી નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાલ ગઢિયાના મકાનમાં દરોડો પાડી રૂપિયા 100 અને 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો પકડી પાડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા રેડ દરમિયાન 23.44 લાખની કુલ રૂપિયા 100ની 335 ડુપ્લીકેટ નોટ અને રૂપિયા 500ની 4622 ડુપ્લીકેટ નોટ કબ્જે કરી 3 શખસો નિકુંજ ભાલોડીયા, વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્થળ પરથી ચલણી ડુપ્લીકેટ નોટો બનાવવા વપરાતા સ્કેનર અને પ્રિન્ટર મશીન તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. તેમજ પૂછપરછ કરતાં આરોપી એ જણાવ્યું હતું કે તેમને ખોટી નોટોના એક લાખ રૂપિયા સામે 35,000 મેળવતો મળતો હતો.