રાજકોટ કોઠારીયા ચોકડી નાલા નીચે ફરી એક વાર લોડિંગ ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો. સાંજના સમયે એક ટ્રક કોઠારીયા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અન્ડર બ્રિજમાંથી ટ્રક પસાર થતાં ત્યાં ફસાઈ ગયાનો બનાવ બન્યો હતો. ટ્રક ફસાઈ જતા ફોર વહીલ અને લોડિંગ ટ્રક સાથે ટક્કર થઈ જેમાં અડધી પોણી કલાક સુધી ટ્રાફિકજામનાં દ્ર્શ્યો જોવા મળ્યા હતા. લોકો ભારે હેરાન પરેશાન થયા હતા. જોકે બાદમાં સમગ્ર બનાવની પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રકને ત્યાંથી બહાર કાઢી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.