ઓપરેશન સિંદુરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભાજપની ભૂમિકા પર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠયા હતા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભાજપના જ કોર્પોરેટર ચેતન સુરેજા સોશ્યલ મીડિયામાં મેસેજ કરે અને લખે કે આટલી સીટોમાં તો આટલું જ થાય 400+ બેઠક આપી હોત તો PoK કબ્જે કરત…એટલે આવી પરિસ્થિતિમાં પણ ભાજપ મતનું રાજકારણ કરે છે. યુદ્ધ જેવી આફતમાં પણ ભાજપ મતના લાભની વાત કરે છે.જન જાગૃતિ માટે કોંગ્રેસ દ્વારા પત્રિકા બનાવી વિતરણ કરવામાં આવશે.યુદ્ધ સમયે ભાજપે શું કર્યું અને શું ન કર્યું તેનો પત્રિકામાં ઉલ્લેખ કર્યો છે.સેના તૈયાર છતાં કેમ પગલાં લેવામાં ન આવ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.