રાજસ્થાનમાં થયેલ રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો ગરમાયો, રાજકોટમાં કરણી સેના દ્વારા આજ રોજ કલેકટર તેમજ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, રાજકોટ કરણી સેના દ્વારા સુખદેવસિંહના હત્યારાઓને ફાંસી આપવામાં આવે તેમજ સુખદેવસિંહના પરિવારજનોને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવામાં આવે તેમજ પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરવમ આવી છે, કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહે અવારનવાર સુરક્ષા અંગેની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે તેમને સુરક્ષા આપી જ ન હતી, કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા જ્યાં સુધી હત્યારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારની શપથવિધિ નહિ થાય તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
રાજકોટ કરણી સેના દ્વારા કલેકટર તેમજ પોલીશ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -