24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: “ઓક્સિજન પાર્ક” નિર્માણ અભિયાન હેઠળ એક સપ્તાહમાં સાત સ્થળોએ કુલ ૧૮૦૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરાયું: મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ


રાજકોટ શહેરનું પર્યાવરણ સુધરે અને ગ્રીન સ્પેસમાં વધારો થાય એ માટે શહેરી વિસ્તારમાં મહત્તમ વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે શહેરના કુલ ૪૩ જુદા જુદા સ્થળોએ ઓક્સીજન કોર્નર કરવાની કામગીરીનો પ્રારંભ તા. ૦૨/૦૮/૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી કરવામાં આવેલ, આજ દિન સુધીમાં ઓક્સિજન પાર્કના નિર્માણ માટેના જુદા જુદા સાત સ્થળોએ કુલ ૧૮૦૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે, તેમજ શહેરના વિવિધ રસ્તાઓની વચ્ચે ડીવાઇડર ગેપ ફીલીંગ અને વિવિધ ગાર્ડનમાં ગેપ ફીલીંગ માટે પણ ૨૨૩૦૦ જેટલા રોપાઓ અને ક્ષુપ વાવવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન પાર્ક બનાવવા માટેના વૃક્ષોરોપણનું તા. ૦૨/૦૮/૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં માન. મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ સહિતના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શુભારંભ કરવામાં આવેલ, ત્યારબાદ તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ રેસકોર્સ સ્ટેપ ગાર્ડન, તા. ૦૪/૦૮/૨૦૨૩ના રોજ જેટકો ચોકડી શ્યામલ ઉપવન પાસેનો પ્લોટ, તા. ૦૫/૦૮/૨૦૨૩ના રોજ આજી ડેમ ફીલ્ટર પ્લાન્ટ પાસે ગાર્ડનમાં, તા. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ રેસકોર્સ ક્રીકેટ પેવેલીયન પાસેના બગીચામાં, તા. ૦૮/૦૮/૨૦૨૩ના રોજ શ્રી ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન, એ.જી. ચોક અને તા. ૦૯/૦૮/૨૦૨૩ના રોજ ગુરૂદેવ પાર્ક સોસાયટી બગીચામાં ૧૮૦૦૦થી વધુ રોપા અને ક્ષુપનું વાવેતર કરવામાં આવેલ.
ઓક્સિજન પાર્ક બનાવવા માટે નક્કી કરાયેલા આયોજન મુજબ ડીસેમ્બર -૨૦૨૩ મહિના સુધીમાં ૧,૧૫,૯૦૦ છોડ, થીમ બેઇઝ ગાર્ડન માટે ૧૦,૦૦૦ છોડ, બ્લોક પ્લાન્ટેશન માટે ૩૧,૩૬૫ છોડ, મીયાવાકી પ્લાન્ટેશન ૩,૦૬,૦૦૦ છોડ અને રોડ સાઈડ પ્લાન્ટેશન ૬૮૫૦૦ સહીત કુલ ૫,૩૧,૭૬૫ જેટલા વિવિધ પ્રકારના છોડ વાવવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, ચાર સ્થળોએ મીયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવનાર છે જેમાં રૈયાધાર WTP, ન્યારીડેમ ડાઉનસ્ટ્રીમ, આજીડેમ નેશનલ હાઇવે લાગુ અને કોઠારીયા STP પ્લાન્ટ+ગૌરીદડ STP પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૩,૦૬,૦૦૦ છોડનું વાવેતર કરવામાં આવનાર છે.
સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કૂલ ૮ જેટલા ટી.પી. પ્લોટની ૬૫૬૫૫.૦૦ ચો.મી. જેટલી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન (૩૪૨૫)+ મીયાવાકી બોર્ડર પ્લાન્ટેશન(૨૭૯૪૦) મળીને કુલ ૩૧૩૬૫ વૃક્ષોનું વાવેતર કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -