રાજકોટ મહાનગર પાલિકા માં એજન્સીના કોન્ટ્રાકટ હેઠળ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ડ્રાઇવરોએ સરકારના નિયમ મુજબ વેતન ચુકવવાની માંગણી સાથે આજે અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી હતી. સાથે જ તેમની માંગણી સંતોષવામાં ન આવે તો હડતાલની ચિમકી પણ ઉચ્ચારી હતી આજે સવારે કોન્ટ્રાકટરના ડ્રાઇવરો મહાપાલિકામાં એકત્ર થયા હતા. ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના ડ્રાઇવરોએ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, કમિશ્નરને રજૂઆત કરી હતી. બાદમાં આ કર્મચારીઓએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને લાગણી પહોંચાડી હતી.રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ દર મહિને 8874નો પગાર મળે છે. પરંતુ તેમને પણ ગુજરાત સરકારના નિયમો મુજબ વેતન મળવું જોઇએ. ફાયર બ્રિગેડમાં કુદરતી આફત, આગના બનાવ વખતે કામગીરી સમયે તેમને મેડીકલ સહાય સહિતની કોઇ સુરક્ષા મળતી નથી. ઓવર ટાઇમનું પણ વેતન આપવામાં આવતું નથી. એમ્બ્યુલન્સ, શબવાહિની સિવાય ફાયર ફાઇટર જેવા હેવી વ્હીકલ પણ તેઓ ચલાવતા હોવા છતાં યોગ્ય વેતન અપાતું નથી.ઇમરજન્સી સેવા છતાં ઓળખકાર્ડ આપવામાં આવતું નથી. જેથી નોકરીના સમયે અવરજવરમાં મુશ્કેલી પડે છે. પગાર સ્લીપ મળતી નથી અને કેટલું પી.એફ. કપાય છે તેની જાણ નથી. ઓવર ટાઇમ ન મળવા સામે રજા મુકે તો પગાર કાપી લેવામાં આવે છે. રાજકીય કાર્યક્રમો વખતે પણ બંદોબસ્તમાં કે ડ્રાઇવીંગમાં જોડાવાનું હોય છે.
રાજકોટ: એમ્બ્યુલન્સ, શબવાહિની સહિતના ડ્રાઇવરોની હડતાલની ચીમકી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -