રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટને લઇને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું નિવેદન સામે આવ્યું હતું જેમા તેઓએ જણાવ્યું હતું કે નવુ એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું છે પરંતુ સુવિધાઓ હજુ એ કક્ષાની નથી. આ સાથે ફસ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન હોવાથી અમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નવુ એરપોર્ટ શરૂકરવામાં આવે અને ત્યાં સુધી રાજકોટનું ડોમેસ્ટિક એરપોર્ટ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ મુખ્યમંત્રી, સાંસદસભ્ય અને એરપોર્ટ ઓથોરિટીને પુરતી સુવિધા ઉભી કરવાની માંગ પણ કરવામાં આવી છે. તેમજ આ અંગે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. જેમઆ તેઓએએ જણાવ્યું હતું આગામી એક-બે દિવસમાં એરપોર્ટની મુલાકાત લઇ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા બાબતે પણ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. ત્યારે અહી ઉલ્લેખનીય છે કે, જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા વિવાદ શરૂ થયો છે.