પ્રવર્તમાન સમયમાં સૌથી મોટી ગ્લોબલ સમસ્યા એટલે વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણ જેના કારણે કારણે લોકો ગંભીર રોગોના શિકાર બને છે. આ સમસ્યા વિશ્વ માટે એક ચેતવણી સ્વરૂપ છે ત્યારે આ સમસ્યા ખુબ ગંભીર છે તે શબ્દો વડાપ્રધાન પણ વૈશ્વિક મંચ પરથી બોલી ચુક્યા છે અને તેના કેન્દ્ર સરકાર પણ કામ કરી રહી છે પણ રાજકોટ મહાનગરપાલિકા જાણે ઉંઘતી હોય તેવા દ્રસ્ય સામે આવ્યા. રાજકોટમાં RMC સંચાલિત વાહનમાંથી પ્રદુષણ ફેલાતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. RMC ડ્રેનેજ શાખાની માલિકીના વાહનોનું ન તો મેન્ટેનન્સ ન તો રિપ્લેસમેન્ટ થાય છે જે RMC તંત્ર ની ગંભીર બેદરકારી દર્શાવે છે. પ્રદુષણ અને ધુંવાડો ફેલાવતા વાહનો રાજકોટમાં ફરી રહ્યા છે છતાં તંત્ર ને તેના પર કોઈ ધ્યાન નથી. પ્રદુષણથી લોકો પર આરોગ્ય ઝોખમ વધી રહ્યું છે ત્યારે કોર્પોરેશનની માલિકી વાળા જ વાહનો પ્રદુષણ ફેલાવે છે.