રાજકોટમાં હોલમાર્ક અને BIS ના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા. જેમાં ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના પ્રમુખે નિલેશ લુંમભાણીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે હોલમાર્ક તથા BIS ના અધિકારી ગાઇડલાઇન્સનું ખોટું બહાનું ધરી ને વેપારીને ડરાવી ને પૈસા ની માંગણી કરે છે. આધિકારીઓ દ્વારા એક પ્રકારનો ઓર્ગનાઈઝ તોડ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ઘણા અધિકારીઓ ગાઈડલાઇન્સનો ભય દેખાડી ને એક માહોલ ઉભો કરી વેપારીઓ ને છેતરી પૈસા નો તોડ કરી રહ્યા છે, જે અમારા ધ્યાને આવ્યું છે. નાના વેપારી થી માંડી મોટા વેપારી ને ખોટી રીતે ફિટ કરવાની ધમકી આવા અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. સમગ્ર મામલે અમારું સંઘઠન સોની વેપારીઓ ને સાથે રાખી ને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ ને આવેદન પાઠવી રજુઆત કરી છે. સરકાર આવા અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરે જેથી કરી ને આવી ગેરરીતિ અટકે.