રાજકોટમાં એક બાજુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ લેવામાં આવશે તેવો નિર્ણય લેવા માં આવ્યો છે ત્યારે બીજી બાજુ માલધારી સમાજના આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું કે અમને કે અમારા કોઈ આગેવાન ને વિશ્વાસને લીધા વગર આ વિવાદ વાળી દરખાસ્તને મંજૂરી મળી જે, રાજકોટ મહાનગરપાલિકા ને રાત્રે સપનું આવે છે અને સવારે આવા અન્યાયપૂર્ણ દરખાસ્તો ને પસાર કરે છે તે આયોગ્ય છે. માલધાર સમાજના વસાહત ની માંગ સ્વીકારવામાં નથી આવી અને આવી તોતિંગ એટલે ત્રણ ગણા દંડ ની જોગવાઈ થી અમે સૌ નારાજ છે અને દરખાસ્ત ને રદ્દ કરવા માંગ કર્યે છીએ.