રાજકોટના સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલ પટેલ નગરમાં મારુતિ હાર્ડવેર નામના કારખાના રહેતો મૂળ યુપીનો 20 વર્ષીય વિશાલ રાકેશભાઈ વિશ્વકર્માનું લીફ્ટમાં ફસાઈ જતા ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ તથા ભક્તિનગર પોલીસમાં થતાં ફાયર અધિકારી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશ બહાર કાઢી વધુ તપાસ હાથધરી છે.