૩૧ડિસેમ્બર પહેલા રાજકોટમાં દેશીદારૂનો વિડિયો વાઇરલ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં થોરાળા પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીના વોંકળાકાઠે દેશીદારૂનો બેફામ ધંધો ચાલતો જોવા મળ્યો છે. જેમાં ચખનાં, મિનરલવોટરના જગ, બેખોફ ચિંતામુક્ત બેસવા માટે વિશાળજગ્યા અને નાની-મોટી પોટલી હાજર રહે છે. આખરે પોલીસ કોઈ પગલાં લેશે કે પછી કાગળની કાર્યવાહી કાગળો ઉપર જ કરવાની ફરજ બતાવી ચલાવશે? પોલીસ આખરે દેશીદારૂના વેપારી ઉપર મહેરબાન કે પછી અન્ય વ્યક્તિના શહારો હોવાથી કાર્યવાહી કરવામાં નથી આવતી? ગાંધીના ગુજરાતને દારુ મુક્તના સપના જોવો અને વેપાર કરતા નોટોના થપ્પા ગણતા રહેશે તેવું દેખાઈ રહ્યું છે.