રાજકોટ શહેરના જૂના માર્કેટ યાર્ડ નજીક યુવરાજનગર-3માં સ્મશાન નજીક રહેતાં પરિવારની 13 વર્ષીય માસુમ દીકરી મંગળવારે સાંજે ઘરેથી બળતણ લાકડા લેવા નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં આજી ડેમ પોલીસે તુરંત જ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ, કમનસીબે ગૂમ થયેલી બાળકી ગઇકાલે રાત્રે તેણીના ઘર નજીક જ બંધ પડેલી અમુલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી ફુલાઇ ગયેલી દૂર્ગંધ મારતી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.