જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલાબાદ રેલવે વિભાગ સતર્ક બન્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મુસાફરો રાજકોટ રેલવે સ્ટેશનને આવે છે જેને લઈને રાજકોટ રેલવે જંકશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરેક માલ સામાનનું જીઆરપી દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. જીઆરપી તથા આરપીએફના અધિકારીઓ દ્વારા ડોગસ્કોડ સાથે ટ્રેન તથા મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથ, દ્વારકા, અમદાવાદ તથા અલગ અલગ શહેરોમાંથી આવતી ટ્રેનમાં ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વેકેશનનો સમય હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ સૌથી વધુ હોવાથી કોઈ અઇચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ છે.