રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો હતી. તેમજ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા હતા. આ સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતે વરસાદ વરસી પડતાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મવડી રોડ, કુવાડવા રોડ સહિતના અનેક જગ્યાએ વરસાદ આવતા લોકો રેઇનકોર્ટ અને છત્રી ઓઢીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યારે અહી મહત્વનું છે કે, ગઇકાલે પણ રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજી 1 ડેમ ઓવરફ્લો થયો હોવાની સાથે અનેક નદી નાળામાં પાણીની આવક નોંધાઇ હતી.
રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી, ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -