રાજકોટમાં ગત તારીખ 16.08.2023 ના રોજ શહેરની એક હોસ્પિટલમાં એક મહિલા પોતાની કિડની વહેંચવાનું કહી ડોક્ટર પાસે પહોંચી હતી જેમાં તબીબે આવો વિચાર શા માટે આવ્યો તેવું પૂછતાં તેના પતિને દેવું થઇ ગયું હોવાનું જણાવતા હોસ્પિટલ દ્વારા 181 મહિલા અભયમને કોલ કરવામાં આવ્યો હતો
હોસ્પિટલમાંથી મળેલા કોલ બાદ 181 રેસકોર્ષ ટીમના કાઉન્સિલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ પૂજાબેન પરમાર તેમજ પાયલોટ ભાવિન સોલંકી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ આગળ તેમના પતિના કાઉન્સિલિંગ માટે તેમના પતિને ફોન દ્વારા સંપર્ક કરીને તેમના પતિને હોસ્પિટલમાં બોલાવેલ અને તેઓએ જણાવ્યું કે તેઓએ ઓનલાઇન હોમ ક્રેડિટની લોન લીધેલ. જેના તેમને સાત હપ્તા ભરેલ ન હતા. તેથી તેમને સાત હપ્તાની પેનલ્ટી આવેલ અને એમના ઘરે નોટિસ પણ આવેલ. તેથી આગળ તેમને શું કરવું જોઈએ તે સમજાતું ન હતું ત્યારબાદ તેઓને પણ સમજાવેલ કે તમે આત્મહત્યાના વિચાર કરશો તો તમારા પત્ની અને તમારા બાળકો પર વધારે ખરાબ અસર થશે અને તમે મનથી હારી જશો તો તમારા પત્ની અને તમારા બાળકો પણ હતાશ થઈ જશે. આમ ઘરના બધા સભ્ય જો મહેનત કરી કમાવાનું શરુ કરી દેશો તો તમારા ઘરનું દેવું જલ્દી ખતમ થઈ જશે કહેતા આ પરિવારે 181 ટીમનો આભાર માનેલ અને હવે પછી કોઈ દિવસ કોઈ આત્મહત્યાના વિચાર નહિ કરે અને આવી રીતે કિડની વેચવા માટે પણ નહીં વિચારે તેવું ખાત્રી આપેલ હતી. આમ 181 ટીમે મહિલાની સાથે સાથે તેમના પતિનું પણ કાઉન્સિલિંગ કરીને પરિવારને એક નવું જીવન આપેલ છે.