રાજકોટ જેલના પાક કામના કેદી અમરેલીના વતની મંગા ઉર્ફે મગનભાઇ દેવશીભાઇ મકવાણા જગો ઉર્ફે જગદીશ દેવશીભાઇ મકવાણાને આઇપીસી કલમ 30ર, 1ર0(બી) વગેરેના કામે એડી. સેસન્સ કોર્ટ અમરેલી દ્વારા આજીવન કેદની સજા ફરમાવવામાં આવતા આ બંને કેદીઓ છેલ્લા આશરે 18 વર્ષથી સજા ભોગવી રહેલ હતા. ક્રિમીનલ પ્રોસીઝર કોડ 1973ની કલમ-433 (એ)ની જોગવાઇઓને આધિન રહીને ક્રિમીનલ પ્રોસીઝર કોડ 1973ની કલમ 43ર હેઠળ રાજય સરકારને મળેલ સતાની રૂએ ઉપરોકત બંને કેદીઓને થયેલ કેદની સજાનો બાકીનો ભાગ રાજય સરકાર દ્વારા માફ કરી તાત્કાલીક અસરથી જેલ મુકત કરવા નિર્ણય કરેલ હોય. જે અનુસંધાને ઉપરોકત બંને કેદીઓને આજ રોજ જેલ મુકત કરવામાં આવેલ છે. ત્યારે જેલોના વડા ડો.કે.એલ.એન.રાવની આગેવાની અને માર્ગદર્શન હેઠળ રાજયભરની તમામ જેલો ખાતે પાત્રતા ધરાવતા બંદીવાનોની એડવાઇઝરી બોર્ડ કમીટી ભરી હકારાત્મક અભિગમ સાથે અભિપ્રાયો ભરી સરકારના દરખાસ્ત મોકલવામાં આવે છે. તેમજ રાજય સરકાર દ્વારા જેલોમાં રહેલ બંદીવાનોમાં સુધાર થાય અને સમાજમાં પુન: એકીકૃત થઇ પુન: સ્થાપિત થઇ સારા નાગરિક તરીકે જીવન જીવે તેવા ઉમદા અને માનવીય અભિગમો સાથે સરકારને મળેલી સતાની રૂએ બંદીવાનોને મુકત કરાયા છે. આ બંને કેદીઓ જેલ મુકત થઇ સભ્ય સમાજમાં પુન: સ્થાપિત થાય અને પોતાના કુટુંબ પરિવાર સાથે સામાન્ય જીવન જીવી પગભર થાય અને અન્યો માટે ઉદાહરણો સ્વરૂપ જીવન ગાળે તે માટે જેલ અધિક્ષક નાસિરૂદીન એલ.એલ. દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.