કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી બી.એમ. સંદિપકુમાર, સૌરાષ્ટ્રના પ્રવાસે છે આ દરમ્યાન તેઓએ આજ રોજ રાજકોટ ખાતે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતને ડ્રગ્સનું હબ ગણાવી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. સંદીપકુમારે જણાવ્યું કે ભાજપ સરકારે સત્તા પર આવી ભ્રષ્ટાચાર કર્યા છે. તેમજ ગુજરાતની એક પણ ઓફિસ નથી જ્યાં ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી. રોજગારીની મોટી વાતો કરતી સરકારે નોકરીઓની તકો નથી તેમજ લોકો વધુ બેરોજગાર બન્યા છે. હિમાચલ અને કર્ણાટકના પરિણામ બાદથી જ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. 2014થી પેટ્રોલ-ડીઝલ ખાદ્ય સામગ્રી સહિત જીવન જરૂરીયાત તમામ વસ્તુઓ મોંઘી બની છે. નોટબંધી સમયે સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હતો. અનેક શહેરોના રોડ-રસ્તાો બીસ્માર હાલતમાં છે. રોડ કોન્ટ્રાકટરો સરકારને 50 ટકા ઉપર કમીશન આપે છે. જે ગુજરાત સત્ય અને અહિંસાના સંદેશો ફેલાવતું હતું. તે આજે ડ્રગ્સનું હબ બની ગયું છે. કોંગ્રેસે હંમેશા પ્રેમની દુકાનો ખોલી છે. રાહુલ ગાંધીને કોઇ રોકી નહીં શકે. આ ઉપરાંત આ તકે પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ જણાવ્યું કે છેલ્લે પડેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે છતાં સરકાર દ્વારા કોઇ સહાય જાહેર નથી કરાઇ. હાલ કપાસ મોટાભાગનો બળી ગયો છે અને જે કપાસ છે તેનો ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. ખેડૂતોને મોંઘુ બીયારણ લેવું પડે છે પરંતુ વળતર મળતું નથી. આગામી ચૂંટણીને પગલે કચ્છ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં રીવ્યુ બેઠક યોજાશે.